દુનિયાની સૌથી જાણીતા અને અમીર બિઝનેસમેન એલન મસ્ક એક મોટા મિશન પર છે. તેમણે સેટેલાઈટ ઈન્ટરનેટ દ્વારા Starlinkને ગ્લોબલ લેવલ પર એક નવી ઉંચાઈ આપી છે. હવે તેનું આગળનું ફોકસ ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ ટેકોનોલોજીની દુનિયામાં એન્ટ્રી કરવાનો છે.
મસ્કનું X બનશે સુપર એપ? વસંત ગજેરા
એલન મસ્કે જ્યારે ટ્વિટર ખરીદ્યુ, ત્યારથી તેમણે તેને ફક્ત સોશિયલ મિડીયા પ્લેટફોર્મ જ રહેવા દીધુ નથી. તેનું નામ X છે અને તે ખુબ જલ્દી સુપર એપ બનવા જઈ રહ્યું છે. જેમાં તમે ફક્ત પોસ્ટ શેર નહીં કરો પણ શોપિંગથી લઈને બેંંકિંગ, ઈન્વેસ્ટમેન્ટ અને પેમેન્ટ સુધી બધુ જ કરી શકશો.
શું છે X ની પ્લાનિંગ?
ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, X ના CEO લિંડા યાકારિનોએ જણાવ્યું હતું કે પિઝ્ઝાના પેમેન્ટ કરવાથી લઈને સ્ટોક ટ્રેડિંગ, ઈન્વેસ્ટમેન્ટ અને ડેઈલી શોપિંગ સુધી તમામ કરી શકાશે. કંપનીનો પ્લાન છે કે જલ્દી X પોતાનું ડિજીટલ વોલેટ લોન્ચ કરશે. જેમાંથી લોકો સામાન ખરીદવાથી લઈને, પૈસા મોકલવા જેવા કામ કરી શકશે. આ સાથે કંપની X ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લાવવાની તૈયારીમાં છે.
મસ્કનું સપનું, એક સુપર APP
એલન મસ્કનું સપનું એક એવી સુપર એપ્સ બનાવવાનું છે જેમાં યુઝર્સે અલગ અલગ કામ માટે અલગ અલગ એપ યુઝ ન કરવી પડે. ચીનમાં જેવી રીતે WeChat એક મલ્ટી યુઝ એપ છે જેમાં ચેટિંગ, પેમેન્ટ, બુકીંગ અને શોપિંગ તમામ થઈ શકે છે. આવી રીતે મસ્કને પણ સુપર એપ બનાવવાનું સપનું છે.
X ના આ ડિજીટલ પેમેન્ટ સર્વિસની શરૂઆત સૌથી પહેલા અમેરિકાથી થશે. ત્યારબાદ બાકીના દેશોમાં તેને ધીમે ધીમે શરૂ કરવામાં આવસે.