WhatsAppએ Teen Accounts માટે નવા Parental Controls રજૂ કર્યા છે. આ ફીચરની મદદથી માતા-પિતા બાળકોના WhatsApp ઉપયોગ સાથે જોડાયેલી કેટલીક જરૂરી સેટિંગ્સને કંટ્રોલ કરી શકશે. જોકે, બાળકોની પર્સનલ ચેટ્સ અને કોલની પ્રાઈવસી પહેલાની જેમ જ જળવાઈ રહેશે.
પ્રોફાઇલ ફોટો, ગ્રુપ અને સ્ટેટસ પર કંટ્રોલ
નવા ફીચર દ્વારા પેરેન્ટ્સ નક્કી કરી શકશે કે તેમના બાળકની પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકે, તેને કોણ WhatsApp Groupમાં એડ કરી શકે અને તે Status તથા Channelનો કેવી રીતે ઉપયોગ કરી શકે. Meta AI માટે પણ પેરેન્ટ્સને અલગ કંટ્રોલ મળશે. તેઓ Teen માટે સામાન્ય 13+ સેટિંગ પસંદ કરી શકશે અથવા વધુ મર્યાદિત Contactsવાળો વિકલ્પ પસંદ કરી શકશે. ખાસ વાત એ છે કે પેરેન્ટ્સને બાળકની Personal Chats અને Calls દેખાશે નહીં. એટલે આ ફીચરનો હેતુ બાળકની દરેક વાતચીત પર નજર રાખવાનો નથી, પરંતુ જરૂરી Safety અને Privacy Settingsને મેનેજ કરવાની સુવિધા આપવાનો છે.
30 સપ્ટેમ્બરે નવા ફીચરની જાહેરાત
WhatsAppએ 30 સપ્ટેમ્બર 2026ના રોજ Teen Accounts માટે નવા Parental Controlsની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ Controlsને પેરેન્ટ્સ અને Teens સાથે મળીને સેટ કરી શકે છે. આ ફીચર્સ ઓપ્શનલ છે. એટલે દરેક પરિવાર પોતાની જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે. પેરેન્ટ્સ ઈચ્છે તો પછીથી આ સેટિંગ્સમાં ફેરફાર કરી શકે છે અથવા Parental Controlsને સંપૂર્ણપણે બંધ પણ કરી શકે છે. આ Controlsમાં Parent-set PIN પણ મહત્વપૂર્ણ છે. જો Teen એવી કોઈ Setting બદલવાનો પ્રયાસ કરે જેને પેરેન્ટે Lock કરી હોય, તો તેને માતા-પિતાનો PIN નાખવો પડશે.
નવું Group Join કરવા પર મળી શકે છે Alert
WhatsAppના નવા ફીચરમાં Group Activity Alerts પણ આપવામાં આવ્યા છે. જો Teen કોઈ નવા WhatsApp Groupમાં જોડાય છે અથવા કોઈ Groupમાંથી બહાર નીકળે છે, તો પેરેન્ટ્સને તેનો Alert મળી શકે છે. આ ઉપરાંત, જો Teen પહેલેથી જે Groupમાં છે તેમાં Membersની સંખ્યા ઘણી વધી જાય, તો પણ પેરેન્ટ્સને Activity Alert મળી શકે છે. પેરેન્ટ્સ એ પણ નક્કી કરી શકશે કે તેમનો Teen કયા લોકોના Status Updates જોઈ શકે અને બાળકનો પોતાનો Status કોણ જોઈ શકે.
Channel માટે પણ મળશે કંટ્રોલ
Channel માટે પણ કેટલાક કંટ્રોલ આપવામાં આવ્યા છે. આની મદદથી માતા-પિતા બાળકનું WhatsApp સંપૂર્ણપણે બંધ કર્યા વગર કેટલીક Privacy અને Content Settingsને પોતાની જરૂરિયાત પ્રમાણે મર્યાદિત કરી શકશે. Parental Controlsને સુરક્ષિત રાખવા માટે Parent-set PINનો ઉપયોગ થશે. જો Teen એવી કોઈ Setting બદલવા માંગે છે જેને પેરેન્ટે Lock કરી હોય, તો તેને આ PIN નાખવો પડશે. આથી Teen પેરેન્ટ્સ દ્વારા નક્કી કરવામાં આવેલી Restrictionsને સરળતાથી હટાવી શકશે નહીં. જોકે, માતા-પિતા જ્યારે ઈચ્છે ત્યારે આ Settings બદલી શકે છે અથવા Parental Controlsને બંધ કરી શકે છે
Personal Chats અને Calls પેરેન્ટ્સને નહીં દેખાય
WhatsAppના આ ફીચરમાં બાળકોની Personal Chats અને Calls પેરેન્ટ્સને બતાવવાનો કોઈ વિકલ્પ નથી. એટલે માતા-પિતા કેટલીક Account અને Privacy Settingsને કંટ્રોલ કરી શકશે, પરંતુ બાળકની ખાનગી વાતચીત અને Calls તેમને દેખાશે નહીં.
આ પણ વાંચો: OMG! 1 ઓક્ટોબરથી દરેક મેસેજ પર પૈસા લેશે WhatsApp, જાણો કોની પર થશે લાગુ?
