હવે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માગે છે, તો તેણે પહેલા પોતાની ઉંમર જાહેર કરવી પડશે. આ કાયદો અમેરિકાના મિસિસિપી રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે. એક અમેરિકન ફેડરલ કોર્ટે આ નવા ઉંમર ચકાસણી કાયદાને મંજૂરી આપી છે. જોકે, ટેક કંપનીઓના મતે, આ કાયદો લોકોની પ્રાઈવસી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે. આ બાબતે કાનૂની લડાઈ હજુ પણ ચાલુ છે.
નવો કાયદો શું છે?
2024માં મિસિસિપીમાં પસાર થયેલા આ કાયદા મુજબ સોશિયલ મીડિયા સાઇટ્સે હવે દરેક યુઝર્સ ઉંમર ચકાસવી પડશે. કોઈપણ યુઝર્સને ઉંમર ચકાસણી વિના એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિયમ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ થશે.
આ કાયદો કેમ બનાવવામાં આવ્યો?
આ કાયદાના પક્ષમાં સરકાર અને માતાપિતા કહે છે કે બાળકોની સલામતી માટે તે જરૂરી છે. સોશિયલ મીડિયા દ્વારા વલ્ગર તસ્કરી, બાળકોનું જાતીય શોષણ, અશ્લીલતા, ઓનલાઈન ગુંડાગીરી, આત્મહત્યા માટે ઉશ્કેરણી જેવા કિસ્સાઓ વધ્યા છે. ઘણા રિસર્સમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ યુવાનોમાં નિરાશા અને ચિંતા વધારી રહ્યો છે.
કોર્ટનો નિર્ણય શું છે?
પહેલા એક કોર્ટે આ કાયદા પર રોક લગાવી દીધી હતી. પરંતુ હવે 5મી સર્કિટ યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ત્રણ ન્યાયાધીશોની પેનલે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. હવે આ કાયદો કાયદેસર રીતે લાગુ કરી શકાય છે.
ટેક કંપનીઓ ગુસ્સે અને કર્યો વિરોધ
ટેક ઉદ્યોગમાં આ કાયદાનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. નેટચોઇસ નામની સંસ્થાએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ સંસ્થા ગૂગલ (યુટ્યુબ), મેટા (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ), સ્નેપ ઇન્ક. (સ્નેપચેટ) જેવી મોટી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
નેટચોઇસ કહે છે કે આ કાયદો યુઝર્સઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રાઈવસી પર સીધો હુમલો છે. બાળકો માટે શું યોગ્ય છે તે સરકાર નહીં, પરંતુ માતાપિતાએ નક્કી કરવું જોઈએ.
આવા કાયદા બીજે ક્યાં લાગુ થઈ રહ્યા છે?
નેટચોઇસે પહેલા પણ સમાન કાયદાઓ સામે દાવો દાખલ કર્યો છે. નવો કાયદો અરકાનસાસ, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઓહિયો અને ઉટાહમાં લાગુ કરવામાં આવી રહ્યો છે.
એક તરફ મિસિસિપીનો આ નવો કાયદો બાળકોની ઓનલાઈન સલામતી માટે લેવામાં આવેલું એક મોટું પગલું છે, તો બીજી તરફ ટેક કંપનીઓ તેને પ્રાઈવસી અને ફ્રીડમ પર હુમલો માની રહી છે. હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં અમેરિકાના અન્ય રાજ્યોમાં આવા કાયદા લાગુ કરવામાં આવે છે કે નહીં.