ઇન્ટરનેટ વગરનુ જીવન હવે દરેક માટે અશક્ય છે. ઇન્ટરનેટ વગર કોઇ પણ કામ નથી થતુ. પછી ભલે કોઇ ચેટ હોય, ઓફિસ વર્ક કે પછી પેમેન્ટ. પરંતુ શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે ઇન્ટરનેટ વગર તમે એકબીજા સાથે ચેટ કરી શકશો.જી હાં, ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સીએ મેસેજીંગ એપ્લિકેશન Bitchat ને જાહેર કરી છે. હવે ફરી વખત આ એપ્લિકેશનને એપલ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી છે. એ


આ એપ્સ તમને મુશ્કેલીમાં બચાવશે

જેક ડોર્સીની આ એપ્લિકેશન દ્વારા જો કોઇ પણ બે વ્યક્તિ ચેટિંગ કરે છે તો તેના માટે ઇન્ટરનેટની જરૂરત નહી પડે એટલે કે આ એપ વગર ઇન્ટરનેટે પણ કામ કરશે. એટલે કે આ એપ ત્યારે કામ આવશે જ્યારે તમે કોઇ એવી જગ્યાએ ફસાયા હશો જ્યા નેટવર્ક કે ઇન્ટરેનટ નહીં આવતુ હોય.તો બીજી તરફ જો વોટ્સએપની વાત કરીએ તો આ એપ્લિકેશન ચલાવવા માટે ઇન્ટરનેટની જરૂરત પડે છે.વગર ઇન્ટરનેટે ચેટિંગ નથી કરી શકતા.

બિટચેટની ખાસિયત

બિટચેટની જો ખાસિયતની વાત કરીએ તો આ એપ્સ યુઝર્સે કોઇ રજિસ્ટ્રેશન કે કોઇ ઇમેલ, ફોન નંબર આપવાની જરૂરત નથી. એટલું જ નહીં આ એપ વોટ્સએપની જેમ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. મેસેજ માત્ર યુઝર્સના ડિવાઇઝ પર સ્ટોર થશે અને બાદમાં જાતે જ ડિલીટ થઇ જશે. તો બીજી તરફ વોટ્સએપ માટે નંબર જરૂરી છે.

મહત્વનુ છે કે ઘણી વખત કોઇ કારણોસર ઇન્ટરનેટ બંધ કરવુ પડે છે અથવા તો સરકાર દ્વારા ઇમરજન્સી લગાવવામાં આવે છે ત્યારે ઇન્ટરનેટ બંધ કરવામાં આવે છે. એવા સમયે આ બિટ ચેટ લોકોને એક સાથે જોડાયેલી રાખવામાં મદદ કરી શકે છે.

  • Follow us on: