આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આગમન સાથે દુનિયાભરમાં નોકરીનું બજાર બદલાઈ ગયું છે. એક તરફ જ્યાં મોટી ટેક કંપનીઓ દ્વારા હજારો ટેક કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ એક એવો વ્યવસાય છે જેની માંગ અત્યારે આકાશને આંબી રહી છે: તે છે 'ઇલેક્ટ્રિશિયન'. આશ્ચર્યની વાત એ છે કે, આ બ્લુ કોલર જોબ માટે AI કંપનીઓ Gen Z (30 વર્ષથી ઓછી ઉંમરના) યુવાનોને વાર્ષિક 2.7 કરોડ રૂપિયા સુધીનું પેકેજ આપવા તૈયાર છે.
ઓછી ઉંમરના ઇલેક્ટ્રિશિયનો કરી રહ્યા છે આકર્ષક કમાણી
મીડિયા રિપોર્ટ પ્રમાણે ટેક્સાસ જેવા વિસ્તારોમાં ડેટા સેન્ટરમાં કામ કરતા 30 વર્ષથી ઓછી ઉંમરના ઇલેક્ટ્રિશિયનો ખૂબ જ આકર્ષક કમાણી કરી રહ્યા છે. આ યુવાનો પાસે કોઈ મોટું શૈક્ષણિક દેવું (સ્ટુડન્ટ લોન) નથી અને તેઓ પોતાની કુશળતાના દમ પર અન્ય કંપનીઓ દ્વારા પણ સતત સંપર્ક કરવામાં આવે છે.
આ માંગ પાછળનું મુખ્ય કારણ શું છે?
AI મોડેલ્સને ચલાવવા માટે અત્યંત શક્તિશાળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે, જેને આપણે 'AI ડેટા સેન્ટર્સ' કહીએ છીએ. આ સેન્ટર્સ હજારો GPU સાથે કામ કરે છે, જેને ચલાવવા માટે કુશળ ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને કન્સ્ટ્રક્શન મેનેજરોની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ડેલોઇટના એક અહેવાલ મુજબ, ૨૦૨૩ અને ૨૦૨૫ ની વચ્ચે ડેટા સેન્ટર સંબંધિત નોકરીઓમાં ૬૪ ટકા અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનોની માંગમાં ૧૮૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
સામાન્ય કારીગરો કરતા વધુ કમાઇ રહ્યા છે ઝેનઝી
આ પ્રકારના પ્રોજેક્ટ્સ પર કામ કરતા કામદારો સામાન્ય કન્સ્ટ્રક્શન કામદારો કરતા 32 ટકા વધુ કમાણી કરી રહ્યા છે. ભારતમાં પણ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગૂગલ દ્વારા વિશાખાપટ્ટનમમાં AI હબ અને મેટા દ્વારા રિલાયન્સ જિયો સાથે મળીને ડેટા સેન્ટર્સ બનાવવાની જાહેરાત બાદ, ભારતમાં પણ કુશળ ઇલેક્ટ્રિશિયન અને ટેકનિશિયનો માટે સુવર્ણ તકો ઉભી થવાની આશા છે.
આ પણ વાંચોઃ CJP Protest: પ્રદર્શન કારીઓ સંસદ ભવન નજીક પહોંચ્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ, કલમ 163 લાગુ