માનવ નિર્મિત AI હવે માણસ કરતાં પણ દરેક કદમે ચડિયાતું બની રહ્યું છે. AI હવે એટલું શક્તિશાળી બની ગયુંછે કે AI અદ્યતન નાણાકીય વિશ્લેષણને ગણતરીની સેકંડોમાં એકદમ સરળતાથી રજુ કરી શકે છે.
AI મોડેલે CFA પરીક્ષા પાસ કરી
ભારતના શિક્ષણ માળખામાં CFA એટલે કે ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ લેવલ 3 પરીક્ષા અઘરી પરિક્ષાઓમાંથી એક માનવામાં આવે છે, પરંતુ આ પરીક્ષા AI મોડેલ માટે કદાચ રમતવાત સાબિત થઈ છે કેમ કે એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, AI મોડેલે CFA એટલે કે ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ લેવલ 3 પરીક્ષા પાસ કરી છે, જેને વિશ્વની સૌથી અઘરી નાણાકીય પરીક્ષા માનવામાં આવે છે.













