Truth Social પ્લેટફોર્મનુ નામ અનેક વખત આપણે સાંભળતા આવ્યા છીએ. ખાસ કરીને જો વાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોઇ પોસ્ટ કે નિવેદનની થઇ રહી હોય ત્યારે ટ્વીટર, ફેસબુક કે થ્રેડની જેમ એક Truth Social પણ પ્લેટફોર્મ જ છે. જેના પર તમે પોસ્ટ કરી શકો છો. આવો જાણીએ ટ્રમ્પ એનો જ ઉપયોગ કેમ કરે છે?
અનેક લોકોને સવાલ થતો હશે કે ટ્રમ્પ Truth Social પર જ પોસ્ટ કરે છે અને એ પ્લેટફોર્મ શું છે. આ દરેકની શરૂઆત ટ્રમ્પના પહેલાં કાર્યકાળ સમાપ્ત થવાની સાથે જ થાય છે. આ પ્લેટફોર્મને ડોનાલ્ડ ટ્રમ્પે જ ફેબ્રુઆરી 2022માં લોન્ચ કર્યુ હતુ. જ્યારે તેમણે ફેસબુક અને ટ્વિટર બેન કરી દીધુ હતુ.
Truth Social શું છે?
આ એક માઇક્રો-બ્લોગિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેને ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપ (TMTG) ચલાવે છે. આ ગ્રૂપમાં ડોનાલ્ડ ટ્રમ્પની સીધી માલિકીની હિસ્સેદારી લગભગ 57.60 ટકા છે. આ પ્લેટફોર્મનું ઇન્ટરફેસ X જેવું છે, જેમાં પોસ્ટને Truths, રીપોસ્ટને Retruths અને જાહેરાતોને Sponsored Truths કહેવામાં આવે છે. તમે તેને ડોનાલ્ડ ટ્રમ્પનું પર્સનલ ટ્વિટર પણ કહી શકો છો. ટ્રમ્પે આ પ્લેટફોર્મને ફ્રી સ્પીચ અને એન્ટી-સેન્સરશિપના નામે લોન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ iOS અને Android બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. Android પર આ એપને 10 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તમે તેને વેબ પર પણ ઉપયોગ કરી શકો છો.
ટ્રમ્પ આ પ્લેટફોર્મનો ઉપયોગ કેમ કરે છે?
Truth Social પર ટ્રમ્પને સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. અહીં તેમને કોઈ પણ પ્રકારની ફેક્ટ‑ચેકિંગ કે મોડરેશનનો સામનો કરવો પડતો નથી. કારણ કે આ પ્લેટફોર્મમાં ટ્રમ્પની કંપનીની મોટી હિસ્સેદારી છે, તેમાથી દરેક પોસ્ટ સાથે આ પ્લેટફોર્મને મફત કવરેજ મળે છે. અહીંથી તેઓ સરળતાથી પોતાનો પ્રચાર કરી શકે છે અને આ પર ટ્રમ્પના સમર્થકોની મોટી સંખ્યા છે. માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ Truth Social જોડાવાનું જાહેર કર્યું હતું. પોતાના પોસ્ટમાં તેમણે ટ્રમ્પ સાથેની ફોટો શેર કરી હતી અને લખ્યું હતું કે તેઓ Truth Social પર જોડાઈને ખૂબ જ ખુશ છે. તેમણે આ પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ આ પ્લેટફોર્મ પર લોકો સાથે ઇન્ટરેક્ટ કરશે.