WhatsApp દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. તેના રોજના લગભગ 295 કરોડ એક્ટિવ યુઝર્સ છે. જલ્દી, મેટાના આ ઈનસ્ટન્ટ મેસેજિંગ એપનો ક્રેઝ પુરો થઈ જશે. Twitterના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ એક એવી મેસેન્જિંગ એપ લોન્ચ કરી છે, જેનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ અને સિમ કાર્ડ બંનેમાંથી એક પણની જરૂર પડશે નહીં. એટલું જ નહીં, આ એપ વોટ્સઅપની જેમ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન ફીચર સાથે આવે છે. એટલે કે તેના પર થતી વાતચિત બે લોકો વચ્ચે જ રહેશે.
Bitchat મેસેજિંગ એપ
જેડ ડોર્સીએ તેને ઓફલાઈન મેસેન્જિંગ એપની રીતે લોન્ચ કરી છે. તેનો ઉપયોગ કરવા માટે ફક્ત બ્લુ ટુથ કનેક્શનનો ઉપયોગ થશે. બ્લુ ટુથ મેશ નેટવર્કનો ઉપયોગ કરીને આ એપ દ્વારા ચેટિંગ કરવામાં આવે છે. યુઝર્સ તેના દ્વારા એકબીજાને મેસેજ મોકલી શકે છે. આ મેસેજ પુરી રીતે અનક્રિપ્ટેડ હોય છે. આ ઈનસ્ટન્ટ ઓફલાઈન ચેટિંગ ઓફલાઈન ચેટિંગ એપમાં ટેમ્પરરી મેસેજ મોકલવા, ચેટિંગ માટે ગૃપ ક્રિએટ કરવા જેવા પણ ફીચર્સ આવે છે. એટલું જ નહીં તમે તમારી ઓળખ છુપાવીને પણ આ એપ દ્વારા ચેટિંગ કરી શકો છો. તેમાં યાહુ મેસેન્જરની જેમ ચેટ રુમ્સ પણ મળશે. જે સંપૂર્ણ રીતે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે.
ચેટ સ્ટોર થશે નહીં.
Bitchat એપની ખાસ વાત એ છે કે તેમાં તમારા દ્વારા કરવામાં આવેલી વાતચિત સ્ટોર થતી નથી અને તેને યુઝ કરવા માટે કોઈ કન્ટેન્ટની પણ જરુર નથી. તમે તમારી ઓળખ છુપાવીને વાત કરી શકો છો. આ એપ ખાસ કરીને એવા લોકોને ઉપયોગી થઈ શકે છે, જ્યાં ઈન્ટરનેટ કનેક્શન નથી. મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ ન હોય તેવી આપતિતજનક સ્થિતિમાં આજુબાજુના લોકોને કનેક્ટ કરી શકાય છે.
ચેટ સ્ટોર નહીં થવાના અને ઓળખ બહાર નહીં આવવાને કારણે આ ચેટને પુરી રીતે સિક્યોર એપ કહેવામાં આવે છે. તેમાં યુઝર્સની પ્રાઈવસી લીક થવાનું જોખમ ઓછુ થઈ જાય છે.