લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) વાપરતા કરોડો યૂઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વોટ્સએપે જૂના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટફોન માટે સપોર્ટ સત્તાવાર રીતે બંધ કરી દીધો છે. જે યૂઝર્સના ફોનમાં જૂનું એન્ડ્રોઇડ વર્ઝન છે, તેમને હવે આ એપ ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કયા ફોન્સ પર અસર થઈ છે?
વોટ્સએપની જાહેરાત મુજબ, એન્ડ્રોઇડ ૫.૦ (Lollipop) અને એન્ડ્રોઇડ ૫.૧ પરાલ ચાલતા ઉપકરણો માટે વોટ્સએપનો સપોર્ટ હવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ વોટ્સએપ વાપરવા માટે હવે ન્યૂનતમ આવશ્યકતા એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલો (Android 6.0 Marshmallow) કે તેનાથી નવું વર્ઝન હોવું અનિવાર્ય બની ગયું છે. આ નિયમ સામાન્ય વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ બંને માટે લાગુ પડે છે.
કેમ લેવાયો આ નિર્ણય?
ટેક્નોલોજીમાં થતા સતત બદલાવ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોટ્સએપ તેની એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરતું રહે છે. કંપનીના અહેવાલ મુજબ, આ તમામ આધુનિક ફીચર્સ અને સિક્યોરિટી અપડેટ્સ જૂના હાર્ડવેર કે એન્ડ્રોઇડ ૫.૦ જેવા ઓલ્ડ વર્ઝન પર સપોર્ટ કરવાનું અશક્ય બને છે. તેથી જ કંપનીએ જૂના વર્ઝન પરથી સપોર્ટ હટાવવાનો નિર્ણય કર્યો છે જેથી યૂઝર્સને વધુ સારા અને સુરક્ષિત ફીચર્સ આપી શકાય.
યૂઝર્સ પાસે હવે કયો વિકલ્પ છે?
જો તમારો સ્માર્ટફોન જૂનો છે અને તેમાં એન્ડ્રોઇડ ૫.૦ કે ૫.૧ ચાલી રહ્યું છે, તો તમે એપનો ઉપયોગ ચાલુ રાખવા માટે ફોનની સેટિંગ્સમાં જઈને 'About Phone' ચેક કરો. જો સિસ્ટમ અપડેટ ઉપલબ્ધ હોય તો તેને એન્ડ્રોઇડ ૬ કે તેથી ઉપર અપગ્રેડ કરો. જો ફોન અપડેટ ન થઈ શકે તેમ હોય, તો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે. નવા ફોનમાં સ્વિચ કરતા પહેલા તમારા ચેટ્સનો બેકઅપ અવશ્ય લઈ લેવો જેથી જૂનો ડેટા સુરક્ષિત રહે.
આ પણ વાંચોઃ દુનિયાના સૌથી વધુ પગાર મેળવનારા રાજકારણીઓનો આંકડો સાંભળીને ચોંકી જશો, ભારતના વડાપ્રધાન કેટલા નંબરે?