સામાન્ય રીતે જ્યારે દેશના સૌથી મોટા નેતાઓ કે રાજકારણીઓના પગારની વાત આવે ત્યારે ભારતના વડા પ્રધાન કે અમેરિકન રાષ્ટ્રપતિનું નામ ધ્યાનમાં આવે છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા પણ નેતાઓ છે જેમના પગાર મોટા-મોટા ઉદ્યોગપતિઓને પણ ટક્કર મારે છે. તાજેતરમાં સિંગાપોરના વડા પ્રધાનના પગારમાં થયેલા જંગી વધારાએ ફરી એકવાર આ વિષયને ચર્ચામાં લાવી દીધો છે.  

સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગનો વાર્ષિક પગાર 64 ટકા વધારીને ૩.૬ મિલિયન સિંગાપોર ડોલર એટલે કે આશરે 2.85 મિલિયન ડૉલર (ભારતીય રૂપિયામાં અંદાજે ₹૨૬ કરોડથી વધુ) કરવામાં આવ્યો છે। આ વધારા સાથે તેઓ વિશ્વમાં સૌથી વધુ વેતન મેળવનાર રાજકીય નેતા બની ગયા છે। ચાલો નજર કરીએ દુનિયાના ટોચના ૫ સૌથી વધુ વેતન મેળવનારા રાજકારણીઓ પર:  

1. લોરેન્સ વોંગ (વડાપ્રધાન, સિંગાપોર):

સિંગાપોરના વડાપ્રધાન આ યાદીમાં મોખરે છે। તેમનો વાર્ષિક પગાર ૩.૬ મિલિયન સિંગાપોર ડૉલર છે। સરકારી નીતિઓ મુજબ ભ્રષ્ટાચાર અટકાવવા અને શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટે ઉચ્ચ રાજકીય પગાર ધોરણ રાખવામાં આવે છે। તેમની વ્યક્તિગત નેટવર્થ અંદાજે ૫ મિલિયન ડૉલર હોવાનો અંદાજ છે.  

2. જોન લી કા-ચ્યુ (ચીફ એક્ઝિક્યુટિવ, હોંગકોંગ):

હોંગકોંગના પ્રમુખ આ યાદીમાં બીજા ક્રમે છે, જેમનો વાર્ષિક પગાર આશરે ૭૧૯,૦૦૦ ડૉલર છે। આ પગાર અમેરિકન રાષ્ટ્રપતિ કરતા પણ ઘણો વધારે છે।  

3. સ્વિટ્ઝર્લૅન્ડના રાષ્ટ્રપતિ:

સ્વિટ્ઝર્લૅન્ડમાં રાષ્ટ્રપતિનું પદ વારાફરતી (રોટેશનલ) બદલાય છે। ફેડરલ કાઉન્સિલના સભ્યોમાંથી એક વાર્ષિક ધોરણે આ જવાબદારી સંભાળે છે, અને આ પદ માટેનો વાર્ષિક પગાર આશરે ૬૦૬,૦૦૦ ડૉલર છે।  

4. ડોનાલ્ડ ટ્રમ્પ (રાષ્ટ્રપતિ, યુનાઇટેડ સ્ટેટ્સ):

યુએસ પ્રમુખનો સત્તાવાર વાર્ષિક પગાર ૪૦૦,૦૦૦ ડૉલર છે। જોકે, પગારની દ્રષ્ટિએ તેઓ ભલે પાછળ હોય, પરંતુ તેમની કુલ સંપત્તિ (નેટવર્થ) અબજો ડૉલરમાં છે। રિયલ એસ્ટેટ અને બિઝનેસ રોકાણોને કારણે તેમની કુલ સંપત્તિ આશરે ૭ બિલિયન ડૉલર સુધી પહોંચે છે।  

5. એન્થોની અલ્બેનીઝ (વડા પ્રધાન, ઓસ્ટ્રેલિયા):

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનનો વાર્ષિક પગાર આશરે ૩૯૦,૦૦૦ થી ૪૦૦,૦૦૦ ડૉલરની આસપાસ છે, જે તેમને વૈશ્વિક સ્તરે સૌથી વધુ પગાર મેળવનારા નેતાઓની યાદીમાં સામેલ કરે છે.  

ભારતના વડા પ્રધાનની સ્થિતિ:

આ વૈશ્વિક આંકડાઓની સરખામણીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર ઘણો સાદો છે. ભારતીય વડા પ્રધાનને માસિક આશરે ₹૧.૬૬ લાખ અને વાર્ષિક ધોરણે આશરે ₹૨૦ લાખ જેટલો પગાર તથા ભથ્થાં મળે છે।

આ પણ વાંચોઃ 1980s AI Photo Trend: અરે આ 1980's ના રેટ્રો લુકે તો સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ, આવી રીતે તમે પણ બનાવો રેટ્રો લુક