લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ટૂંક સમયમાં માત્ર ચેટિંગ પૂરતું મર્યાદિત ન રહેતા એક સંપૂર્ણ ડિજિટલ સહાયક બનવા જઈ રહ્યું છે. કંપનીના નવા CEO કુણાલ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર WhatsAppની ભવિષ્યની યોજનાઓ જાહેર કરતા જણાવ્યું છે કે કંપની મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો પર કામ કરી રહી છે: મેસેજિંગ અનુભવમાં સુધારો, રોજિંદા કાર્યોનું સરળીકરણ અને કૃત્રિમ બુદ્ધિ (AI) નો વ્યાપક ઉપયોગ. ઉલ્લેખનીય છે કે ભારતીય ફિનટેક કંપની CREDના સ્થાપક કુણાલ શાહે આ વર્ષે જૂનમાં વિલ કેથકાર્ટનું સ્થાન લઈને WhatsAppની કમાન સંભાળી હતી.
WhatsAppમાં આવશે મોટા ફેરફાર
વપરાશકર્તાઓની જરૂરિયાતોને સમજીને પ્લેટફોર્મમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હાલમાં WhatsApp પર દરરોજ ૧૦૦ અબજથી વધુ મેસેજ, ૧૦ અબજથી વધુ વૉઇસ મેસેજ, ૪ અબજથી વધુ સ્ટીકરો અને ૨ અબજથી વધુ વૉઇસ-વીડિયો કૉલ્સ થાય છે. આ વિશાળ વપરાશને ધ્યાનમાં રાખીને કંપની વૉઇસ મેસેજ, ગ્રુપ ચેટ, સ્ટીકરો અને વીડિયો ફીચર્સને વધુ બહેતર અને સરળ બનાવવા પર ભાર મૂકી રહી છે.
https://x.com/kunalb11/status/2120173173576782039?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2120173173576782039%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
