ચીને જંગલની વિકરાળ આગને કાબૂમાં લેવા માટે પોતાની અદભુત ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું છે. ચીનનું સ્વદેશી AG600 'કુનલુંગ' (Kunlong) વિમાન, જેને 'વોટર ડ્રેગન' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે માત્ર 2 સેકન્ડમાં 12 ટન (12,000 લિટર) પાણી છોડીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધું છે. આ વિમાન માત્ર જમીન પરના રનવે પરથી જ નહીં, પરંતુ પાણીની સપાટી પરથી પણ ટેકઓફ અને લેન્ડિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
માત્ર 20 સેકન્ડમાં હોલવાશે જંગલની આગ
તાજેતરમાં ચીનના ચોંગકિંગમાં યોજાયેલી એક મોટી અગ્નિશામક કવાયત દરમિયાન આ વિમાનની ક્ષમતાઓ દુનિયા સમક્ષ આવી હતી. AG600 એ વિશ્વના સૌથી મોટા ઉભયજીવી (Amphibious) વિમાનોમાં સામેલ છે. તે આશરે 38.9 મીટર લાંબુ અને 38.8 મીટરની પાંખોનો ફેલાવો ધરાવે છે, જેનું મહત્તમ ટેકઓફ વજન આશરે 60 ટન છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તળાવ કે જળાશયની સપાટી પરથી માત્ર 20 સેકન્ડમાં 12,000 લિટર પાણી ભરી શકે છે અને આગથી પ્રભાવિત વિસ્તારમાં પહોંચીને માત્ર 2 સેકન્ડમાં તેની 4 ટાંકીના 8 દરવાજા ખોલીને આખો પાણીનો જથ્થો છોડી દે છે. આનાથી લગભગ 40 મીટર પહોળી અને 300 મીટર લાંબી વોટર કેનન બને છે, જે 12,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લે છે.
https://x.com/SpoxCHN_MaoNing/status/2121037830520520823?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121037830520520823%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
