Xiaomiએ પોતાનું નવું Smart Band 11 Active કેટલાક દેશોમાં લોન્ચ કર્યું છે. આ ફિટનેસ બેન્ડ હલકું અને પાતળું છે. તેમાં મોટી સ્ક્રીન સાથે અનેક હેલ્થ અને ફિટનેસ ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, સામાન્ય ઉપયોગમાં એક વખત ચાર્જ કર્યા બાદ તેની બેટરી 21 દિવસ સુધી ચાલી શકે છે.

હેલ્થ અને ફિટનેસ ફીચર્સ

બેન્ડમાં હાર્ટ રેટ, SpO2, ઊંઘ અને સ્ટ્રેસ મોનિટરિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં 50 સ્પોર્ટ્સ મોડ્સ મળે છે. બેન્ડ 5ATM વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે, એટલે કે પાણીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જોકે, Xiaomiએ તેને ગરમ પાણીના શાવરમાં ઉપયોગ ન કરવાની સલાહ આપી છે

Xiaomi Smart Band 11 Activeની કિંમત

Smart Band 11 Activeની કિંમત અલગ-અલગ દેશોમાં અલગ રાખવામાં આવી છે. તેની કિંમત આશરે 35થી 45 ડોલરની વચ્ચે છે. ઓસ્ટ્રેલિયામાં તેની કિંમત AUD 59.50, મલેશિયામાં MYR 199 અને સિંગાપોરમાં SGD 39.90 રાખવામાં આવી છે.

1.47 ઇંચની મોટી સ્ક્રીન

આ ફિટનેસ બેન્ડ Black, Gray અને Pomelo Pink કલરમાં મળશે. ભારતમાં તેની કિંમત અને લોન્ચ તારીખ અંગે Xiaomiએ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. Smart Band 11 Activeમાં 1.47 ઇંચનું TFT ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેનું રિઝોલ્યુશન 172×320 પિક્સલ અને પિક્સલ ડેન્સિટી 247ppi છે. સ્ક્રીન 60Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

100થી વધુ Watch Faces

ડિસ્પ્લેને 2.5D કર્વ્ડ મજબૂત ગ્લાસથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. યુઝર્સને તેમાં 100થી વધુ Watch Faces પણ મળે છે. એટલે કે પોતાની પસંદગી પ્રમાણે બેન્ડની સ્ક્રીનનો લુક બદલી શકાય છે. Smart Band 11 Activeનું કદ 43.5×25.8×10.2mm છે. સ્ટ્રેપ વગર તેનું વજન માત્ર 18 ગ્રામ છે. તેમાં મેટલ જેવો દેખાતો ફ્રેમ આપવામાં આવ્યો છે, જ્યારે સ્ટ્રેપ TPUનો બનેલો છે.

હેલ્થ પર સતત નજર

બેન્ડના સ્ટ્રેપને 135mmથી 215mm સુધી એડજસ્ટ કરી શકાય છે. તેમાં વર્ટિકલ સ્ટ્રાઇપ ડિઝાઇન આપવામાં આવી છે. પિન અને બકલની મદદથી તેને હાથમાં યોગ્ય રીતે બાંધી શકાય છે. Smart Band 11 Activeમાં PPG સેન્સર અને એક્સેલેરોમીટર આપવામાં આવ્યા છે. આ બેન્ડ સતત હાર્ટ રેટ ચેક કરી શકે છે. તેની સાથે SpO2, ઊંઘ અને આખા દિવસના સ્ટ્રેસને પણ ટ્રેક કરી શકાય છે. મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેટલાક ફીચર્સ પણ તેમાં આપવામાં આવ્યા છે.

21 દિવસ સુધી ચાલશે બેટરી

ફિટનેસ માટે તેમાં 50 Sports Modes આપવામાં આવ્યા છે. એટલે કે યુઝર્સ અલગ-અલગ પ્રકારની એક્સરસાઇઝ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ટ્રેકિંગ કરી શકે છે. આ ફિટનેસ બેન્ડમાં 300mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, સામાન્ય ઉપયોગમાં બેટરી 21 દિવસ સુધી ચાલી શકે છે. જો હાર્ટ રેટ અને સ્ટ્રેસ મોનિટરિંગ જેવા ફીચર્સ સતત ઉપયોગમાં લેવામાં આવે તો બેટરી આશરે 8 દિવસ સુધી ચાલી શકે છે.

120 મિનિટથી ઓછા સમયમાં ચાર્જિંગ

ચાર્જિંગ માટે મેગ્નેટિક ચાર્જર આપવામાં આવે છે. બેન્ડને સંપૂર્ણ ચાર્જ થવામાં 120 મિનિટથી ઓછો સમય લાગે છે. કનેક્ટિવિટી માટે Bluetooth 5.3 BLE આપવામાં આવ્યું છે. બેન્ડને Mi Fitness એપની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. તે Android 8.0 અથવા તેના પછીના વર્ઝનવાળા ફોન અને iOS 14.0 અથવા તેના પછીના વર્ઝનવાળા iPhone સાથે કામ કરે છે.

ભારતમાં લોન્ચની રાહ

હાલમાં ભારતમાં તેની કિંમત અને લોન્ચ તારીખની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જો Xiaomi તેને ભારતીય બજારમાં યોગ્ય કિંમતે લોન્ચ કરે છે, તો હલકી ડિઝાઇન, લાંબી બેટરી અને અનેક હેલ્થ ફીચર્સને કારણે આ ફિટનેસ બેન્ડ યુઝર્સ માટે સારો વિકલ્પ બની શકે છે. 

આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થયો Redmi Note 15, શાનદાર ફીચર્સ અને કિંમત સાથે