• જાણો એન્ડ્રોઈડ ફોનમાં શું છે પ્રોસેસ
  • ગૂગલ કોન્ટેક્ટ્સમાંથી નંબર પરત મેળવી શકશો
  • ડિલિટ થયેલા નંબરને સિલેક્ટ કરીને રીસ્ટોર પર ટેપ કરો

સ્માર્ટફોન આજકાલ દરેક વ્યક્તિને માટે જરૂરિયાત બની ચૂક્યો છે. આ સાથે તેમાં તમારા અનેક કોન્ટેક્ટ નંબર હોય છે. જો તમારા ફોનમાંથી નંબર ડિલિટ થઈ જાય તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જાઓ છો. જો ભૂલથી તમારા ફોનમાંથી કોન્ટેક્ટ નંબર ડિલિટ થયા છે તો ગભરાઓ નહીં. એન્ડ્રોઈડ ફોન્સમાં તમે તેને સરળતાથી રિકવર કરી શકો છો. તો જાણો શું છે સરળ પ્રોસેસ.

હવે ઘરોમાં પહેલા જેવી ફોન નંબરની ડાયરી નથી

પહેલાના જમાનામાં લોકો એક ડાયરી રાખતા અને તેમાં ફોન નંબર લખીને રાખતા. સ્માર્ટફોન આવ્યા બાદ લોકો ડાયરી રાખવાનું જાણે કે ભૂલી ગયા છે. યૂઝર્સ ફોનમાં જ ડેટા સેવા રાખે છે અને તે ખોવાઈ જાય તો જાણે કે તેમના શ્વાસ અધ્ધર થઈ જાય છે. ફોનમાં નંબર સેવ કરવાનું અને તેને ડિલિટ કરવાનું સરળ હોય છે. જો કોઈ નંબર ડિલિટ થઈ જાય તો ગભરાઓ નહીં. તમે તેને ફરીથી સેવ કરી શકો છો. એન્ડ્રોઈડ ફોન્સમાં તેની સરળ ટ્રિક છે.

ડિલિટ થયેલા ફોન નંબરને આ રીતે કરો રીસ્ટોર

  • સૌ પહેલા ગૂગલ કોન્ટેક્ટ્સ એપને ઓપન કરો.
  • હવે સ્ક્રીન પર ડાઉન રાઈટ કોર્નરથી ઓર્ગેનાઇઝ પર ક્લિક કરો.
  • અહીં એક નવું મેન્યૂ ઓપન થશે. જેમાં રીસાઇકલ બિન અથવા Trash સિલેક્ટ કરો.
  • અહીં તમને ડિલિટ થયેલા તમામ કોન્ટેક્ટ્સ જોવા મળશે.
  • તમારે એ કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરવાના છે જેને તમે રિસ્ટોર કરવા ઈચ્છો છો.
  • કોન્ટેક્ટ પર ટેપ કરતા તમને સ્કીન પર નીચે રિસ્ટોર લખેલું દેખાશે.
  • તમે રિસ્ટોર પર ટેપ કરશો કે તરત જ તમારા કોન્ટેક્ટ્સ ફરી સેવ થઈ જશે.  

  • Follow us on: