વેજલપુર પોલીસ સ્ટેશનના રાહદારી વુદ્ધાને એડ્રેસ પુછવાના બહાને રોકી પોતે ભુવો હોવાનુ જણાવી હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના ઉતારી લેવાના ગુનાના કામે એક ઇસમને સોનાની બંગડી કિંમત રૂપિયા 1 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-7.


[[$googlead]]

એડ્રેસ પૂછવાના બહાને સોનાની બંગડી ઉતારી લીધી

ગઇ તારીખ ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ એક વુધ્ધ મહીલા વેજલપુર વિસ્તારમાં મંદિરે દર્શન કરવા માટે ચાલતા જતા હતા તે દરમ્યાન મો.સા. ઉપર આવેલ બે અજાણ્યા ઇસમોએ તે મહીલાને ખોડીયાર માતાજીનું મંદિર ક્યા આવેલુ છે તેમ પુછી પોતે કાળકામાતાનો તેમજ ખોડીયાર માતાજીનો ભુવો છે તેમ કહી વુધ્ધ મહીલા પાસે એક રૂપિયો માંગેલ જેથી મહીલાએ તેઓને એક રૂપિયો આપેલ બાદ તે ઇસમોએ મહીલાને ૧૦૦ રૂપિયા આપી હિપ્નોટાઈઝ કરી માતાજીના નામે અલગ અલગ વસ્તુઓ માંગી વાતોમાં રાખી મહીલાના હાથમાં પહેરેલ સોનાની બંગડી માંગેલ જેથી મહીલાએ તેઓના વિશ્વાસમાં આવી જઇ પોતાના હાથમા પહેરેલ એક સોનાની બંગડી ઉતારી તેઓને આપતા તે બન્ને ઇસમો સોનાની બંગડી લઇને ત્યાથી ભાગી ગયેલ જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નંબર ૧૧૧૯૧૦૨૮૨૫૦૬૬૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.


[[$alsoread]]

આ પણ વાંચો : Morbi News : મોરબીના હળવદમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના, રૂ.5 લાખની ખંડણીને લઈ ફરિયાદીએ નોંધાવી હતી ફરિયાદ


  • Follow us on: