પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા 1 લાખનો દંડ કોર્પોરેશને કર્યો છે, AMC માલિકીના પ્લોટનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરાતો હતો. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી દિવ્યપથ સ્કૂલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલ સંચાલકો દ્વારા કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની પરવાનગી વિના જાહેર ફૂટપાથ અને રોડને નુકસાન પહોંચાડ્યું હતું.
અમદાવાદ મેમનગરની દિવ્યપથ શાળાને amcએ ફટકાર્યો દંડ
ત્યારબાદ પાછળના ભાગે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં પણ ત્રણ દિવસ પાર્કિંગ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી. જે હકીકત ધ્યાને આવતાં પશ્રિમ ઝોનના કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સ્થળ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : Ahmedabadના રિવરફ્રન્ટના કાંઠે લંડન આઈ જેવો નજારો જોવા મળશે, જુઓ Video









