પોલીસે આરોપીના પિતાને ફોન કરી માહિતી મેળવી અને ચૂંટણીકાર્ડ અપડેટ કરવાના બહાને પોલીસે આરોપીને ઝડપ્યો હતો, BLOની ઓળખ આપી પોલીસે ફરાર આરોપીને ઝડપ્યો છે, સગીરાના અપહરણના કેસમાં આરોપી હતો ફરાર, પોલીસે આરોપીના પિતા-પરિજનોને ફોન કરી માહિતી મેળવી.
ચૂંટણીકાર્ડ અપડેટના બહાને પોલીસે આરોપીને ઝડપ્યો
અમદાવાદના નરોડામાં રહેતી સગીરાને અજાણ્યો વ્યક્તિ લગ્ન કરવાના બહાને ભગાડીને લઈ ગયો હતો.આ અંગે સગીરાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સગીરાના પિતાને દહેગામના રોહિત ઠાકોર પર શંકા હતી જેથી તેમને પોલીસને પણ જાણ કરી હતી. જોકે રોહિત ઠાકોરનું કોઈ લોકેશન કે વિગત પોલીસ પાસે નહોતી જેથી આરોપી શરૂઆતમાં પકડાયો નહોતો









