ગીર સોમનાથના કોડીનારના સુગાળા ગામે સિંહનું ટોળું આવી પહોંચ્યું હતુ અને એકી સાથે 6 જેટલા સિંહોનો પરિવાર ગામના મુખ્ય ચોક સુધી પહોંચ્યા હતા, સિંહના ટોળાએ ગામના મુખ્ય નવદુર્ગા ચોકમાં આટા ફેરા માર્યા અને ગામના ચોકમાં લાગેલ સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ, સિંહ પરિવારના આગમનથી ગામ લોકોમાં ફાફડાટ જોવા મળ્યો છે.


[[$googlead]]

સુગાળા ગામમાં સિંહ પિરવાર ઘૂસ્યો

મળતી માહિતી મુજબ, એક સાથે 6 જેટલા સિંહોનું ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું. આ સિંહ પરિવાર ગીરના જંગલની નજીકના આ વિસ્તારમાં અવારનવાર દેખા દેતો હોય છે, પરંતુ આ વખતે તેઓ ગામના રહેણાંક વિસ્તારમાં અને ખાસ કરીને મુખ્ય નવદુર્ગા ચોક સુધી પહોંચ્યા હતા. આટલા મોટા સિંહોના ટોળાને ગામના મધ્યમાં જોઈને લોકોમાં ભારે ડર ફેલાયો હતો. સિંહ ટોળાના આ આંટાફેરા ગામના ચોકમાં લગાવેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયા હતા. આ દ્રશ્યોમાં સિંહ પરિવાર આરામથી ગામની શેરીઓમાં ફરતો અને ચોકમાં થોભતો જોવા મળે છે. સિંહોનું આ વર્તન જોઈને ગામ લોકોમાં ફાફડાટની લાગણી વ્યાપી ગઈ છે અને તેમણે સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં 5 થી 9 ડિસેમ્બર સુધી ‘સ્વદેશોત્સવ 2025’ યોજાશે, સંતોની ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે એક્સ્પોની તૈયારીઓનો પ્રારંભ

[[$alsoread]]


  • Follow us on: