શાહીબાગના ડફનાળાથી અમૂલ તરફ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તે દિશામાં આ ફીણનું સામ્રાજય જોવા મળ્યું છે, કોઈએ કેમિકલ વાળું પાણી છોડયું હોઈ શકે તેવી વાત સામે આવી છે, જીપીસીબી પણ આ મામલે તપાસ કરી રહી છે અને જવાબદારો સામે પગલા પણ ભરવામાં આવશે તેવી વાત સામે આવી છે.
સાબરમતી નદી પ્રદૂષણ અંગેની સૂઓમોટો અંગે સુનાવણી થઈ હતી
સાબરમતી નદી પ્રદૂષણ અંગેની સુઓમોટો અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. જેમાં કોર્ટે સરકારી વકીલને જૂના પીરાણા ખાતે આવેલા બે STP પ્લાન્ટમાં એક 106 MLD અને 60 MLD વર્તમાન NGT નોર્મ્સ મુજબ કામ કરે છે કે કેમ તે અંગે પૂછ્યું હતું. AMCએ જણાવ્યું હતું કે, ટૂંકા અને મધ્યમ ગાળાના સોલ્યુશન પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે પ્લાન્ટને અપગ્રેડ કરવા લાંબા ગાળાના સોલ્યુશનની જરૂર છે. બંને પ્લાન્ટ વર્ષ 2005 અને 2010 બન્યા હતા. ત્યારના તે શ્રેષ્ઠ ટેકનોલોજી મુજબ બનેલા પ્લાન્ટ હતા અને NGTના નવા સ્ટાન્ડર્ડ 2018 મુજબના છે, એટલે તે મુજબ ટ્રીટમેન્ટ કરતા નથી.









