બનાસકાંઠાના પાલનપુર -ડીસા હાઇવે પર અકસ્માત થયો છે જેમાં ઈકો કાર ડિવાઇડર સાથે ટકરાતા 1નું મોત થયું છે, પાલનપુરના બદરપુરા પાટિયા નજીક બની ઘટના અને કારમાં સવાર 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે, કારનું ટાયર ફાટયા બાદ આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.


કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત

પાલનપુર ડીસા હાઈવે પર ઈકો કારનું ટાયર ફાટતા કારનો અકસ્માત થયો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, મહત્વનું છે કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એકનું મોત થતા મૃતદેહ પીએમ માટે ખસેડાયો હતો અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ટાયરમાં વધારે હવા ભરી હોવાથી આવી ઘટના બનતી હોય છે તેવું પોલીસનું અનુમાન છે.


આ પણ વાંચો : જસદણ પંથકમાં 8 વર્ષની બાળકીની જાતિય સતામણીને લઈ કોર્ટે નરાધમને આજીવન કેદની સજા ફટકારી

  • Follow us on: