બનાસકાંઠા જિલ્લામાં સેશન્સ કોર્ટ પાલનપુર દ્વારા ખનીજ માફીયાઓ વિરૂદ્ધ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટ દ્વારા ખનીજ માફીયાઓ વિરૂદ્ધ લાલ આંખ કરતા ગેરકાયદેસર ખોદકામમાં પકડાયેલ મશીન જપ્તીનો હુકમ કરાયો છે.


મશીન જપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા ડીસા તાલુકાના આખોલ બનાસ નદીપટ્ટમાંથી બિનઅધિકૃત સાદી રેતી ખનિજનું ખોદકામ કરતા જપ્ત કરવામાં આવેલ એક્સકેવેટર મશીનને છોડાવવા માટે એડી.સેશન્સ કોર્ટ, પાલનપુર ખાતે મશીન માલિક પક્ષ દ્વારા અરજી દાખલ કરવામાં આવતા અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતા મશીન જપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર અદાલત દ્વારા મશીન જપ્તીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં વાહનોના મૂળ માલિકોને પણ અદાલત દ્વારા સજ્ઞાનમાં લીધા છે અને ખનીજ ચોરી કરાવનાર ઇસમો સામે IPC ધારા મુજબ ચોરીની કાર્યવાહી કરવા કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે.

ગેરકાયદેસર ખોદકામથી નદીના પ્રવાહમાં બદલાવ

સરકારી વકીલ દીપક પુરોહિતની રજૂઆત બાદ અદાલત દ્વારા જણાવ્યું કે, નદીમાં ગેરકાયદેસર ખોદકામથી નદીના પ્રવાહમાં બદલાવ, પર્યાવરણને નુકશાન, ભૂગર્ભ જળસ્તર અને કુદરતી સંપદાને ભારે નુકસાન પહોંચે છે. જેથી આવા ગુનાઓ સામે કડક અભિગમ અપનાવવો જરૂરી છે. અદાલતે ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ વિભાગની કાર્યવાહી યોગ્ય અને સમાજ હિતમાં હોવાનું જણાવી કડક પગલાં ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. અદાલતના ચુકાદાથી ખનીજ ચોરી કરતા અને કાયદાની બારીઓ શોધી બચવાના પ્રયત્નો કરવાના અભરખા ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

આ પણ વાંચોઃ Junagadh માં 'POLICE'નું ખોટું બોર્ડ લગાવી રોફ જમાવતા ગોંડલના શખ્સની અટકાયત, કાયદેસરની કાર્યવાહી

  • Follow us on: