સેવન્થ ડે સ્કૂલે કરી સરકારની પણ અવગણના અને નોટિસ છતાં પૂર્વ સંચાલકોએ ધારણ કર્યુ મૌન, સ્કૂલે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેદરકારી થઈ હોવાની વાત સામે આવી છે, સ્કૂલ સરકાર હસ્તગત છતા ફાઇલ ગાયબ છે.
RTEમાં સામાન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ફી વસૂલી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલના પ્રાથમિક વિભાગમાં વર્ષ 2017-18થી RTEમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો નથી. સ્કૂલે RTEની બેઠકોમાં સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ફી વસૂલી છે.જેમાં 2017-18થી 8000 વિદ્યાર્થીઓને RTEમાં પ્રવેશ ના આપીને 19 કરોડની ફી વસૂલી છે. હાલ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે જેનો ચુકાદો પણ આવશે.









