આ બેહદ પિકચરમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ફિલ્મના દ્રશ્યોથી ધાર્મિક લાગણી દુભાઈ છે અને ફિલ્મને લઇ મુસ્લિમ સમાજમાં ભારે રોષ છે અને ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરાઈ છે.
મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા
લવ જેહાદ મુદ્દે બનેલી ‘બેહદ’ ફિલ્મ સામે મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ફિલ્મથી લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રોડ્યુસર ફિલ્મને જાગૃતિ માટે બનાવાઈ હોવાનું કહે છે. લવ જેહાદના મુદ્દા પર આધારિત ફિલ્મ ‘બેહદ’ રિલીઝ થયા બાદ કેટલાક વિસ્તારોમાં વિરોધની લહેર જોવા મળી રહી છે. ફિલ્મ ખાસ એક સમાજને નિશાન બનાવી રજૂ કરવામાં આવી હોવાનું કહી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.









