2 સભ્યોની રીસીપ્ટના નાણાં જમા ન થયા હતા અને નાણાં જમા ન થવા અંગે રજૂ કર્યો હતો અહેવાલ, અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે કારણ કે લિકર પરમીટનાં નામે લેવામાં આવતા પૈસા સીધા જ કેટલાક કર્મચારીના ઘર ભેગા થઈ રહ્યા છે, કેટલીક પૈસા ભર્યાની પોંચ સંદેશ ન્યુઝના હાથે લાગી હતી જેમાં જેના પૈસા ભરાયા નથી પરંતુ રીસપ્ટ અપાઈ ગઈ છે.
એશિયાની સૌથી મોટી સિવિલમાં કૌભાંડ !
લીકર પરમીટનાં પૈસા ભર્યાની કેટલાક પોંચ સંદેશ ન્યુઝના હાથે લાગી છે જેમાં પોંચ તો બની ગઈ પરંતુ પૈસા સિવિલ હોસ્પિટલના ખાતામાં જમા નથી બોલતા, આજે જ્યારે સંદેશ ન્યુઝ આ પોંચ લઇને સિવિલ સત્તાધીશોને મળ્યા ત્યારે તે પણ ચોંકી ઉઠ્યા હતા કે આ ખૂબ ગંભીર બાબત કહેવાય.. કારણ કે પરમીટ નાં નામે સિવિલ હોસ્પિટલમાં તો વેપલો ચાલી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એ ફાઈલ આવ્યા બાદ જો પરમીટ રીન્યુ કરવાની હોય તો તેના 20 હજાર જ્યારે નવી પરમીટનાં 25 હજાર રૂપિયા સત્તાવાર ફી લેવામાં આવે છે.









