મહિલાઓ દોઢ લાખની સોનાની બુટ્ટીઓ લઈ થઈ ફરાર અને ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, બોપલ પોલીસે મહિલાઓની શોધખોળ શરૂ કરી છે. બંને મહિલાઓ સામાન્ય ગ્રાહક તરીકે શોરૂમમાં આવી હતી અને સોનાના દાગીના જોવા માંગ્યા હતા.
બંને મહિલાઓની ઓળખ કરવા માટે તપાસ શરૂ
શોરૂમના સ્ટાફને શરૂઆતમાં કોઈ શંકા આવી નહોતી, પરંતુ થોડા સમય બાદ દાગીનાની તપાસ કરતા સોનાની બુટ્ટીઓ ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું. ત્યારબાદ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા.ફૂટેજમાં બંને મહિલાઓ ચોરી કરતી નજરે પડી રહી છે. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે બંને મહિલાઓની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે.









