હવે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી થશે અને ભક્તોએ હુતાસણી ફરતે પ્રદક્ષિણા કરી હતી, અને કમળાઇ હુતાસણીના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા. પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે નવ પરિણીત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે.
કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે
પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કમળા માતાજીનું વૈશ્વિક કોળાંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રવિવાર કમળા હુતાસણી ઉજવણી કરાઇ છે. આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા. જ્યાં આજે કમળા હુતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભાવનગર જીલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે.









