4 જેટલા મકાનના તાળા તોડી રોકડની કરી ચોરી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે, ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે.
ભાવનગરના અકવાડા ગુરુકુળ નજીક ચાર મકાનમાં તસ્કરો ચોરી કરી થયા ફરાર
અકવાડા ગુરુકુળ નજીક આવેલ ચંદ્રોદય પાર્ક 2માં તસ્કરોએ ચાર મકાનને બનાવ્યા નિશાન અને ચંદ્રોદય પાર્ક 2માં 4 જેટલા મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમ ઉઠાવી હતી, ચંદ્રોદય પાર્ક 2માં અવારનવાર ચોરીના બનાવ બનતા હોવા છતાં પોલીસ દ્વારા પૂરતું ધ્યાન દેવામાં આવતું નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે, પોલીસે ચોરીની ફરિયાદ નોંધી CCTVના આધારે તપાસ શરૂ કરી છે.









