છોટા ઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન કરતા 4 ટ્રકોને ઝડપી પાડ્યા છે અને રેતી ખનન ઝડપાતા સ્થાનિકોએ અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા બે મોટો વિવાદ થયો છે. હાથ મજૂરી કરીને ટ્રેક્ટરમાં રેતી ભરતા સ્થાનિકોએ હદબાણની બહાર હિટાચી મશીનથી થતી ગેરકાયદેસર રેતી ચોરીનો ભાંડો ફોડ્યો અને હોબાળો મચાવ્યો હતો.


[[$googlead]]

સ્થાનિકોએ અધિકારીઓનો લીધો ઉધડો

સ્થાનિકોએ તાત્કાલિક ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા અને ચાર જેટલાં ટ્રકોને ગેરકાયદેસર રેતી સાથે પકડી પાડવામાં આવ્યા. સ્થાનિકોએ અધિકારીઓને સવાલ કર્યો કે, બ્રિજને નુકસાન ટ્રેક્ટરથી થાય કે મશીનથી ? મશીનોથી થતું ખનન દેખાતું નથી અને ટ્રેક્ટરથી ખોદીએ તો દેખાય છે? આ ઘટનાએ જિલ્લામાં મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, અને ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં પોલીસથી બચવા નબીરાએ સર્જયો અકસ્માત, કાળા કાચને લઇ પોલીસે પીછો કરતા અકસ્માત સર્જાયો



  • Follow us on: