પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે અને અમદાવાદમાં બૂથ કાર્યર્તાઓ સાથે બેઠક કરશે અને 9 માર્ચ સુરતમાં ક્ષેત્રિય બૂથ સંમેલનમાં હાજર રહેશે. અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે તેને લઈ આપના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ ખાતે આગમન થયું હતું.


[[$googlead]]

અરવિંદ કેજરીવાલ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલ તારીખ 8 અને 9 માર્ચના રોજ ગાંધીનગર અને સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 8 માર્ચના રોજ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ના સમાપનમાં યોજાઇ રહેલ જનસભામાં અરવિંદ કેજરીવાલ હાજરી આપશે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચના રોજ સુરત ખાતે અરવિંદ કેજરીવાલ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.


[[$alsoread]]

આ પણ વાંચો : Morbiના હળવદમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ, જુઓ Video



  • Follow us on: