કોયબા ગામની સીમમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું છે અને ગાંધીનગર CID ક્રાઈમે 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે, કારખાનામાંથી દૂષિત પાણી છોડવા મામલે કાર્યવાહી કરાઈ છે, અલ્પેશ વશિયા, સંજય પટેલ અને વિજય પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કોયબા ગામની સીમ વિસ્તારમાં એક કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મામલે તપાસ બાદ CID Crime દ્વારા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે કારખાનામાંથી નીકળતું દૂષિત કેમિકલયુક્ત પાણી આસપાસના વિસ્તારમાં છોડવામાં આવતું હતું, જેના કારણે પર્યાવરણ તેમજ આસપાસના ખેતી વિસ્તારને નુકસાન થવાની શક્યતા ઉભી થઈ હતી. આ મામલે અધિકારીઓ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.









