યુવતી હોમગાર્ડ દશરથ રાવળના સબંધી હોવાનો ખુલાસો થયો છે અને ૩ ફેબ્રુઆરીએ રીલ બનાવવા ગાડીનો થયો હતો ઉપયોગ જેમાં દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મુકવા ગયા હતા અને જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર વાહનનો થયો ઉપયોગ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા માટે રીલ બનાવવી હોમગાર્ડ જવાનને ભારે પડી છે. પોલીસની ગાડીમાં યુવતી દ્વારા બનાવવામાં આવેલી રીલ વાયરલ થયા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરતા હોમગાર્ડ જવાન દશરથ રાવળને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર બિંદિયા સોમપુરા નામની યુવતીની એક રીલ સામે આવી.


[[$googlead]]

પોલીસની ગાડીમાં યુવતીએ બનાવી હતી રીલ

આ રીલ પોલીસની સત્તાવાર ગાડીમાં બનાવવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે: ગત 3 ફેબ્રુઆરીના રોજ આ રીલ બનાવવા માટે સરકારી વાહનનો ઉપયોગ થયો હતો. રીલ બનાવનાર યુવતી બિંદિયા સોમપુરા એ હોમગાર્ડ દશરથ રાવળની સબંધી હોવાનું બહાર આવ્યું છે. દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મૂકવા ગયા હતા અને તે દરમિયાન જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર આ વાહનનો ઉપયોગ કરી રીલ શૂટ કરવામાં આવી હતી.


[[$alsoread]]

આ પણ વાંચો : Gir Somnath News : ગીર સોમનાથમાં સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ, ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટયો


  • Follow us on: