વેરાવળના સુત્રાપાડા રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં ટ્રકચાલક સહિત 2 લોકો સારવાર હેઠળ છે અને ઉભી રહેલી ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. આ અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


[[$googlead]]

વેરાવળ-સુત્રાપાડા રોડ પર સર્જાયો અકસ્માત

કદવાર ગામ નજીક દ્વારકેશ હોટલ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં એક ટ્રક રોડ પર ઉભો હતો ત્યારે પાછળથી આવી રહેલા બીજા ટ્રકે ટક્કર મારી હતી અને અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અકસ્માત સર્જાતા સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


[[$alsoread]]

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 'મેગા કોમ્બિંગ નાઈટ', 22 સ્થળોએ બુટલેગરના ત્યાં રેડ કરાઈ


 

  • Follow us on: