બ્લેકઆઉટ સહિતના તબક્કાઓનું કરાયું પરીક્ષણ અને આરોગ્ય, ફાયર અને વહીવટી તંત્ર એકસાથે જોડાયા હતા, શ્રદ્ધાળુઓની સલામતીની કામગીરીનો અભ્યાસ કરાયો છે, સોમનાથ મંદિર દેશનું પ્રથમ જ્યોર્તિલિંગ છે. શ્રદ્ધાળુઓની સલામતિ અને અગમચેતીના પગલાંની ચકાસણી માટે સોમનાથ મંદિર પરિસરમાં મંગળવારની મોડી રાતથી બુધવારે વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાની સઘન મોકડ્રીલ યોજાઈ હતી.


[[$googlead]]

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી

મંગળવારે રાત્રે શરુ થયેલી મોકડ્રીલ આજે વહેલી સવાર સુધી ચાલી હતી. મોકડ્રીલમાં બ્લેકઆઉટ સહિતના તમામ તબક્કાઓ આવરી લેવાયા હતા. સોમનાથ મંદિર ખાતે સતર્કતાની ચકાસણી માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ હતી.


[[$alsoread]]

આ પણ વાંચો : Patanના સમીમાં દારૂના અડ્ડાઓ પર જનતાએ કરી રેડ, પોલીસ દોડતી થઈ, જુઓ Video


  • Follow us on: