ઉનાના ખાપટ ગામે સિંહ પરિવારના ગામની શેરીઓમાં આંટાફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે, ખાપટ ગામે સિંહો કાયમી વસવાટ કરે છે અને ત્યારે સિંહો હવે શિકારની શોધમાં ગામની અંદર પ્રવેશ કરતા જોવા મળે છે. રાત્રીના બે સિંહણ અને ચાર સિંહબાળના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
સિંહ પરિવાર શિકારની શોધમાં ગામમાં પ્રવેશ્યો હતો
ઉના તાલુકાના ખાપટ ગામમાં મોડી રાત્રે સિંહ પરિવાર ગામમાં લટાર મારતો જોવા મળ્યો હતો. ઉનાથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં સિંહ પરિવારના છ સભ્યો રાત્રે લગભગ 2.30 વાગ્યે ઝાલા ફળીથી શંકર મંદિર તરફ જતા રસ્તા પરથી પસાર થયા હતા. આ સિંહ પરિવારમાં બે સિંહણ, બે પાઠડા સિંહ અને બે સિંહ બાળનો સમાવેશ થતો હતો. તેમની ગામમાં લટાર મારવાની ઘટના સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સિંહ પરિવાર શિકારની શોધમાં ગામમાં પ્રવેશ્યો હતો.
આ પણ વાંચો : Banaskanthaના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ, જુઓ Video









