મહાશિવરાત્રિ પર્વને લઈ સાધુ-સંતો દ્વારા પરિસરમાં ભજન-કિર્તન કરાઈ રહ્યું છે અને મેળાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો છે, 2 લાખથી વધુ ભક્તોએ ભવનાથના દર્શન કર્યા અને હજી પણ ભકતો દર્શન કરવા માટે આવી રહ્યાં છે, જય ભોલેના નાદ સાથે ભવનાથ પરિસર ગુંજી ઉઠયું હતુ.


[[$googlead]]

લાખો ભાવિકો ગિરનારની આ પવિત્ર ભૂમિમાં સ્વચ્છતા જાળવે

લાખો ભાવિકો માટે સેવા કરવી અને રાત દિવસ એમના માટે પ્રસાદ બનાવો આ એક બહુ મોટું સેવા કાર્ય છે અને તે જુનાગઢના શિવરાત્રીના મહાશિવરાત્રીના મેળામાં વર્ષોથી થઈ રહ્યું છે તે અંગે ગુજરાત સરકાર વતી ભવનાથના તમામ અન્ન ક્ષેત્રો ભંડારા ના સંચાલકો સ્વયંસેવકો ને મહાશિવરાત્રીના આ મેળાના પર્વમાં શુભકામના પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લાખો ભાવિકો ગિરનારની આ પવિત્ર ભૂમિમાં સ્વચ્છતા જાળવે જ્યાં ત્યાં કચરો ન ફેકે અને આ પવિત્ર ભૂમિનો આદર કરે અને સ્વચ્છતા નો સંદેશ સમગ્ર ભવનાથ વિસ્તારમાં સાર્થક થાય તે માટે અનુરોધ કર્યો હતો.


[[$alsoread]]

આ પણ વાંચો : Surat News : સુરતના રૂઢનાથપુરામાં ગેસની બોટલથી કારખાનામાં બ્લાસ્ટ, ધડાકા સાથે બારણા-બારીના કાંચ તૂટી ગયા


  • Follow us on: