જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ચાલતા સ્પા સેન્ટરો ઉપર પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી જેમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ સ્પા સેન્ટરોનું આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા સ્પાના દૈનિક રજિસ્ટરની નિભાવણી, સીસીટીવી કેમેરાની કાર્યક્ષમતા અને સ્ટોરેજ, સ્પામાં કામ કરતા અન્ય રાજ્યમાંથી આવતા કર્મચારીઓની નોંધણી અને વિગતો અંગે તપાસ કરવામાં આવી હતી, આ તપાસના અંતે, કુલ 9 સ્પા ધારકો વિરુદ્ધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જૂનાગઢના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









