મહેસાણાના બાદલપુરથી અમેરિકા જવા પરિવાર નીકળ્યો હતો અને તેને બંધન બનાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, એજન્ટની માયાજાળમાં ફસાયો બાદલપુરનો પરિવાર અને એજન્ટોએ પરિવારને લિબિયામાં બંધક બનાવ્યો છે, પીડિત પરિવાર અને ધારાસભ્ય CMOમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે.


સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરાઈ

પરિવારે સરકાર પાસે મદદની માગ કરી છે અને દુબઈના એજન્ટોએ 1 કરોડની ખંડણી માગી હોવાની વાત સામે આવી છે, દંપતી અને 3 વર્ષની બાળકી લિબિયામાં બંધક છે. 7 દિવસ પહેલા આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને એજન્ટોએ છેતરી આ પરિવારને લિબિયામાં બંધક બનાવાયા છે. પરિવારનું કહેવું છે કે, સરકારની મદદ બાદ જ પરિવાર સુરક્ષિત પોતાના વતન આવી શકશે.

એજન્ટોએ છેતરીને તેમને લીબિયા મોકલી દીધા હતા

ગુજરાતમાં વિદેશ જવાની લાલચે જીવ અને પૈસા બંને ગુમાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે યુરોપ જવા નીકળેલા મહેસાણાના બાદલપુર ગામના પરિવાર પાસે ખંડણીની માગ કરી બંધક બનાવવામાં આવ્યા છે. લિબિયામાં દંપતી અને ત્રણ વર્ષની બાળકીને બંધક બનાવાઈ છે. આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો. એજન્ટોએ છેતરીને તેમને લીબિયા મોકલી દીધા હતા.

એજન્ટોએ 54 હજાર ડોલરની માગ કરી

ગુજરાતમાં ફરીવાર કબૂતરબાજ એજન્ટોની કરતૂત સામે આવી છે. મહેસાણાના બાદલપુર ગામનો પરિવાર યુરોપ જઈ રહ્યો હતો. એજન્ટોએ આ પરિવારને દુબઈથી પોર્ટુલગ જઈ રહ્યો હતો ત્યારે તેમને છેતરીને લિબિયા મોકલી દીધો હતો. લિબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંધક બનાવવામાં આવ્યો હતો. અપહરણ કરનારાઓએ તેમની પાસે 54 હજાર ડોલરની માગ કરી હતી. દુબઈના એજન્ટોએ તેમની પાસે એક કરોડની ખંડણી માગી હતી.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ 16 થી 18 ડિસેમ્બર સુધી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે


  • Follow us on: