કચ્છના નાના રણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી 8 લોકોનો જીવ બચાવ્યો છે, તાજેતરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં માવઠું થયું જેમાં વરસાદ થયો હતો ત્યારે કચ્છના નાના રણમાં આવેલ વાછડા દાદાના દર્શન કરવા માટે જતા યાત્રાળુઓ વરસાદના લીધે રણમાં ફસાઈ ગયા હતા.


[[$googlead]]

રાપર તાલુકાના પલાંસવા નજીકના રણમાં ગતરાત્રે આઠ લોકો ફસાઈ ગયા હતા

ફસાયેલા લોકોને રણની બહાર કાઢવા માટે સ્થાનિક ગામ લોકોએ ખુબ મહેનત કરી હતી અને આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારને વાકેફ કર્યા હતા ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડાએ જે આ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તે અંગે જાણ કરતાં આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ.સેગલ તથા સ્ટાફ દ્વારા વાહન મારફતે તાત્કાલિક નાના રણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે 8 જેટલા લોકો રસ્તો ભૂલતા રણમાં ફસાઈ ગયા હતા.

તમામ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા

બોલેરો ગાડી મારફતે ટિકરથી પલાસવા તરફ આવી રહેલા લોકો રણના માર્ગ પરથી જતા હતા ત્યારે વરસાદના કારણે માર્ગ ભટકી ગયા હતા. ખાવા-પીવાનું પણ પૂરું થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારબાદ મોબાઈલ વડે પલાસવા ગામલોકો અને પોલીસને મદદ માટે સંપર્ક કર્યો હતો. બનાવની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરે આ અંગે આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ.સેગલને જાણ કરી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ ગઈ હતી. આડેસર પોલીસ અને પલાસવા ગામના લોકોની મદદથી સફળ રેસ્ક્યુ કરી તમામ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

[[$alsoread]]


આ પણ વાંચો : Botad News : રૂ.1.75 લાખના ખર્ચે અનેકવિધ વૃક્ષો વાવી 5 વન કવચનું નિર્માણ કરતુ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ બોટાદ



  • Follow us on: