ઇરાની શખ્સોના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ નહીં પણ કેમિકલ સામે આવ્યું છે, કેમિકલનો જથ્થો હવે ફોરેન્સિક લેબમાં મોકલાયો છે અને રિમાન્ડ દરમિયાન થશે અનેક મોટા ખુલાસા.
અરબી સમુદ્રમાથી ઝડપાયેલા શંકાસ્પદ કેમિકલનો મામલો
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને 203 કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇરાનના કોનારક બંદરથી મોકલવામાં આવેલ આ ડ્રગ્સનો જથ્થો ભારતીય બોટમાં ડિલિવરી કરીને પંજાબમાં મોકલવાનો હતો. એટીએસએ બોટમાં રહેલા બે શખ્સોને પણ ઝડપી લીધા છે, જ્યારે સમગ્ર મામલે એફએસએલની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.









