રાજકોટના પડધરીમાં વીજળી ગુલ થઈ હોવાની વાત સામે આવી છે, ભારે વરસાદથી વીજળી થઇ હતી ગુલ અને વીજ વિક્ષેપને પગલે રાતભર ચાલી કામગીરી, પડધરી પંથકમાં PGVCLની કામગીરી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, બપોર સુધી વીજ પુરવઠો કાર્યરત થઇ જશે અને 12 જેટલા વીજ પોલ તૂટી ગયા છે તેવું PGVCLનું કહેવું છે.


[[$googlead]]

ધોરાજી અને ઉપલેટામાં કમોસમી વરસાદ થયો

કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પટલો આવતા પવનની ગતિ તેજ બનવાની સાથે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં રાજકોટના ધોરાજી-ઉપલેટામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Amreli News : કમોસમી વરસાદથી કેરીનો સ્વાદ છીનવાયો, કેરીના બગીચામાં વરસાદથી મોટું નુકસાન થતા ખેડૂતોની આખમાં પાણી આવ્યા



  • Follow us on: