ડિમોલિશનથી અંદાજિત 80 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે અને આજી નદીના તટના દબાણોનો સંપૂર્ણ સફાયો થશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે, સાંજ સુધીમાં 700થી વધુ દબાણ દૂર થવાની શક્યતા છે અને ત્રણ દિવસ સુધી ચાલી શકે છે દબાણ હટાવો અભિયાન.
સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે
અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Vadodaraમાં બ્યુટી પાર્લરમાંથી PCBએ રૂ.2 લાખનો દારૂ ઝડપ્યો, જુઓ Video









