સમગ્ર રાજ્યમાં હાલ ગેસના પુરવઠામાં મોટી અછત જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને શ્રમિક પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા તત્વો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સચિન વિસ્તારના વાંઝ ગામમાં પોલીસે દરોડા પાડીને ગેરકાયદે રિફિલિંગ કરતા બે દુકાનદારોની ધરપકડ કરી છે.


[[$googlead]]

સુરતમાં ગેસ અછતની અફવાઓ વચ્ચે તંત્ર સક્રિય

દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ અને સપ્લાયમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને શહેરમાં ફેલાયેલી ગેસ બોટલની અછત અંગેની અફવાઓ વચ્ચે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર સક્રિય બન્યું છે. સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલમાં PNG ગેસની લાઈન નહીં હોય અને કોમર્શિયલ ગેસનો ઉપયોગ થતો હશે તેમને ગેસની બોટલ આપવામાં આવશે.


[[$alsoread]]

આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર હવે માત્ર 'ગ્રીન સિટી' જ નહીં, પરંતુ 'ઝીરો વેસ્ટ' મોડલ તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે



  • Follow us on: