પોલીસ - પાલિકાની કામગીરીથી કેટલાક લોકો પરેશાન છે, કુમાર કાનાણીનું કહેવું છે કે, ઓટલા પર બેસી ધંધો કરતા લોકો પણ ભોગ બને છે ઘણી જગ્યાએ ઓટલા પર બેસનાર લોકો ભોગ બને છે અને ખોટી હેરાનગતિ ન થાય તે પ્રકારની કામગીરી જરુરી છે. લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી પત્ર લખ્યોઃ કાનાણી.
'રજૂઆત બાદ મેયર - પોલીસ કમિશનરે રૂબરૂ મુલાકાત લીધી: કાનાણી
કાનાણીનું કહેવું છે કે, અભિનંદન આપવા પત્ર લખ્યો છે અને અભિનંદનની સાથે - સાથે બે - ત્રણ સૂચનો પણ કર્યા છે કે, કોઇને અન્યાય ન થવો જોઇએ અને બીજા પ્રશ્નો ઉભા ન થાય તે પણ જોવું પડે, સામાન્ય ભૂલથી પ્રશ્નો ઉભા થાય છેઃ કાનાણી.
સુરતમાં લારી-પાથરણાવાળાઓને હેરાનગતિના આક્ષેપ
વરાછામાં લારી-પાથરણાવાળાઓની MLAને રજૂઆત, પાલિકા, પોલીસ સામાન લઇ જતી હોવાના આક્ષેપ વેપારીઓએ કર્યો છે, MLA કુમાર કાનાણીને લોકોએ રજૂઆત કરી અને સતત થઇ રહેલ હેરાનગતિને લઇ MLAને રજૂઆત કરાઈ છે, પાલિકાકર્મીઓ ઉદ્ધત વર્તન કરતા હોવાનો આક્ષેપ અને ન્યાયની માગ સાથે કામ કરવા દેવા માટે રજૂઆત કરાઈ છે.









