મિડલ ઈસ્ટ યુદ્ધની વિશ્વમાં અસર જોવા મળી છે અને સુરતના પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા માટે રવાના થયા છે, ગેસ સિલિન્ડરની અછતના કારણે 70 ટકા શ્રમિક પરિવારોએ પોતાના વતન તરફ પ્રસ્થાન કર્યુ છે, જેને લઈ ઉધના રેલવે સ્ટેશન ઉપર શ્રમિક પરિવારોનું મહેરામણ ઉમટી પડ્યું છે.

[[$googlead]]

ગેસના ચૂલા પર રસોઈ બનાવાઈ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે વિશ્વના ઘણા દેશોમાં પ્રાથમિક સુવિધાઓની અછત વર્તાઈ રહી છે. ભારત અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. હાલ, રાજ્યમાં રાંધણ ગેસની અછત દેખાઈ રહી છે અને તે સુરતમાં પણ જોવા મળી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા, સુરતના ગોડાદરા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય સમૂહ લગ્નમાં ભોજન રાંધવાનું સંકટ ઊભું થયું હતું. જોકે, આયોજકોએ ગભરાવાને બદલે જૂની પદ્ધતિ અને આધુનિક મશીનરીનો સમન્વય કરી 15 હજાર મહેમાનો માટે રસોઈ તૈયાર કરી અનોખો દાખલો બેસાડ્યો છે.



  • Follow us on: