ચોટીલા શહેરમાં આવેલી સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં સોનોગ્રાફીના કાયદાકીય નિયમોના ઉલ્લંઘન બદલ વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ગાયનેકોલોજિસ્ટ સોનાગ્રાફી કરતા હોય તેવા કોઈ પુરાવા નથી
આ સાથે જ જવાબદાર સંચાલકો અને ડોક્ટરો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવા માટે મામલતદારને સત્તા સોંપી છે. ચોટીલા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણાએ ગત 15-9-2025 ના રોજ ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા શહેરમાં આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલની આકસ્મિક તપાસણી કરતા અનેક ગેરરીતિઓ સામે આવેલ હોવાથી સદરહુ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Veravalના સુત્રાપાડા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, જુઓ Video









