માઉન્ટ આબુમાં ઠંડીમાં ઠુઠવાયા લોકો અને સહેલાણીઓ, આબુમાં ઠંડીનો પારો 0 ડિગ્રીએ પહોચ્યો છે અને તાપમાન નીચુ જતા બરફની ચારદ છવાઇ છે, લોકોના ઘરો, વાહનો, મેદાનમાં સફેદ ચાદર છવાઇ છે અને આબુમાં સહેલાણીઓએ ઠંડીની મોજ માણી છે. આજે લઘુત્તમ તાપમાન શીત બિંદુ નજીક રહેવાની શક્યતા છે અને આબુમાં ઠંડી વધતા તાપણાનો સહારો લોકો લઈ રહ્યાં છે, વાહનો અને મકાનો પર જામી બરફની પતલી પરત. બીજી તરફ આબુનું તાપમાન શૂન્ય તરફ પહોંચી રહ્યું છે. માઉન્ટ આબુ, અરવલ્લી પર્વતમાળાનું ઊંચું પ્રવાસન શહેર, હાલમાં શીત લહેરની ઝપેટમાં છે.


[[$googlead]]

​આબુમાં જોરદાર ઠંડીનો માહોલ

રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ તેની સુંદરતા અને ઠંડા વાતાવરણ માટે જાણીતું છે. નીચા તાપમાનને કારણે અહીંનું વાતાવરણ વધુ આહલાદક બન્યું છે, આબુમાં દર શિયાળામાં તાપમાન માઈનસમાં પહોંચે છે અને આવા સમયે પ્રવાસીઓ ઠંડીનો અનુભવ લેવા માટે પણ આબુ પહોંચતા હોય છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Surat News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પતંગના ભાવ બાબતે યુવકને માર માર્યાનો આક્ષેપ


 

  • Follow us on: