વડોદરા ઈન્ડિગોની વધુ બે ફ્લાઇટ રદ્દ થઈ હોવાની વાત સામે આવી છે, છેલ્લા 10 દિવસમાં 64 ફ્લાઇટ રદ્દ થઈ છે અને વડોદરા - દિલ્હીની ફ્લાઇટ રદ્દ થતા મુસાફરો એરપોર્ટ પર રઝળી પડયા હતા, સોમવાર સુધી પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તેવી શક્યતા છે.
ઈન્ડિગો ફ્લાઇટ સર્વિસ હજી પણ સંપૂર્ણપણે શરૂ થઇ શકી નથી
આ કટોકટી દરમિયાન ઈન્ડિગો વિરુદ્ધ સરકારે કડક પગલાં લીધા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ મંગળવારે જણાવ્યું હતું કે ફ્લાઇટ વિક્ષેપને પગલે તેણે 1 ડિસેમ્બર, 2025 થી ઇન્ડિગોની ફ્લાઇટ શિડ્યૂલમાં 5% ઘટાડો કર્યો છે. DGCAએ મંગળવારે આ અંગેનો આદેશ જારી કર્યો હતો. નિવેદન અનુસાર, તમામ પ્રદેશોમાં, ખાસ કરીને ઉંચી માંગ અને હાઇ ફિક્વન્સી રૂટ્સ 5 ફ્લાઇટ્સ ઘટાડવામાં આવી છે.









