શહેરના માંજલપુર લાલબાગ બ્રિજ નીચે વિશ્વામિત્રી તરફથી આવી રહેલાં સર્વિસ રોડ પર પેલેસ કંપાઉન્ડ પાસે સિકલીગરો વચ્ચે અથડામણ થઈ હતી. બે ટોળાં વચ્ચે શસ્ત્રો ઉછળ્યાં હતા. રોડ ઉપર થયેલી નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
મારામારીમાં ઈજા પામેલા બે સિકલીગરોને સારવાર માટે સયાજીમાં ખસેડાયા હતા
જાહેર રોડ પર મારામારીના બનાવ અંગે અગાઉ વાઈરલ થયેલાં વીડિયોના કેસમાં મકરપુરા પોલીસે વીડિયો ફૂટેજ ઉપરથી આરોપીને શોધી કાઢ્યાં હતાં અને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી. મકરપુરા પી.આઈ. એ.એમ. ગોહિલે જણાવ્યું કે, કવાભાઈ વાહાભાઈ ભરવાડ, બાથુ વાહાભાઈ ભરવાડ, રાકેશ કાળુભાઈ ભરવાડ (રહે, ભરવાડ વાસ, સંતોષવાડી દંતેશ્વર)ની ધરપકડ થઈ છે. દેહુર વાહાભાઈ ભરવાડ, ભરત કાળુભાઈ ભરવાડ અને લાલા ભોપાભાઈ ભરવાડની શોધખોળ જારી છે.
હથિયાર લઈને રોડ પર દોડતા શખ્સોનો વીડિયો વાઈરલ થયો છે
અન્ય એક કિસ્સામાં માંજલપુર લાલબાગ બ્રિજ નીચે પેલેસ કંપાઉન્ડ પાસેના સર્વિસ રોડ પર સિકલીગરો વચ્ચે જાહેરમાં સશસ્ત્ર મારામારીનો વીડિયો વાઈરલ થયો હતો. આ સ્થળે જાહેરમાં તલવાર જેવા હથિયાર લઈને રોડ પર દોડતા શખ્સોનો વીડિયો વાઈરલ થયો છે. રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.









