ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મુદ્દે DyCMનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે, ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની કામગીરી ચાલુ છે અને તેની પર નજર રાખવામાં આવી રહી છે, પાણીને લઈ ટેસ્ટિંગ થયું છે અને અલગ-અલગ ટીમો કામ કરી રહી છે, સાથે સાથે દર્દીઓને યોગ્ય સારવાર અને સુવિધા પણ આપવામાં આવી રહી છે.


ટાઇફોઇડના કેસ બાદ ગાંધીનગર મનપાને થયું ભાન

આગ લાગ્યા પછી ખાડો ખોદતી ગાંધીનગર મનપા, આરોગ્ય વિભાગે પાણીપુરી-સોડાની લારીઓ પર થતું વેચાણ યાદ આવ્યું અને શહેરમાં 100થી વધુ લારીઓ બંઘ કરાવાઇ છે, આગામી આદેશ સુધી લારીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે અને ચોખ્ખું પાણી આપવાને બદલે લારીવાળા નિશાને લીધા હોવાની ચર્ચા ગાંધીનગરમાં ચાલી રહી છે.

રાજ્યના પાટનગરમાં દૂષિત પાણીનો ભરડો

દૂષિત પાણીની લીકેજ શોધવા તંત્ર હવાતિયા મારી રહ્યું છે, લીકેજ ક્યા છે તે શોધવામાં તંત્ર નિષ્ફળ નીવડયું છે અને ગાંધીનગરમાં બહારથી તબીબો બોલાવવાની તૈયારીઓ છે, ડે.કલેકટર સુપરવિઝનમાં 22 ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

દૂષિત પાણીએ નોતર્યો રોગચાળો?

ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યાને જોતા ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 'હાઉસ ટુ હાઉસ' સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી નવા દર્દીઓને શોધી વહેલી તકે સારવાર આપી શકાય. કોર્પોરેટરના જણાવ્યા મુજબ, હાલ આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને ક્લોરિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દૂષિત પાણીના જોખમને ટાળવા માટે તંત્ર દ્વારા રહીશોને ઉકાળેલું પાણી પીવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : Anand News : આંકલાવના અંબાવમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા યુવકને સરપંચના પતિ અને પુત્રોએ જીવતો સળગાવવાનો કર્યો પ્રયાસ



  • Follow us on: