રાજ્યના પાટનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે ગાંધીનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. ટાઇફોઇડના કેસ બાદ ગાંધીનગર મનપાને ભાન આવ્યું હોય તેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીનગર મનપા આગ લાગ્યા પછી ખાડો ખોદતી હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં ગાંધીનગર મનપા દ્વારા શહેરમાં પાણીપુરી અને સોડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આગામી આદેશ સુધી લારીઓ બંધ રાખવા માટેનો આદેશ

ગાંધીનગર શહેરમાં 100થી વધુ લારીઓ બંઘ કરાવવામાં આવી છે. આ સાથે આગામી આદેશ સુધી લારીઓ બંધ રાખવા માટેનો આદેશ પણ ગાંધીનગર મનપા દ્વારા આપવામાં આવ્યો છે. ગાંધીનગર મનપા દ્વારા ચોખ્ખુ પાણી આપવાને બદલે ગરીબ લારીવાળા નિશાને બનાવામાં આવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં લોકો પાડાના વાંકે પખાલીને ડામ આપવાની કહેવત ગાંધીનગર મનપા માટે વાપરી રહ્યા છે.


આ પણ વાંચો - Gandhinagar: ટાઈફોઈડના કેસને લઈ ગૃહમંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી



  • Follow us on: